
વાંકાનેર વિસ્તારમાં આજરોજ શનિવારે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું છે, ત્યારે વાંકાનેરનો રાજકોટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેમાં વાંકાનેરના કુવાડવા રોડ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર જુનો કોઝવે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતાં કોઝવે બંધ થતા વાંકાનેરા-કુવાડવા રોડ પર સમગ્ર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેના કારણે હજારો વાહન ચાલકો અટવાઇ જતા બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે….


બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-કુવાડવા રોડ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે આસોઇ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતાં જૂના કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધતા કોઝવે બંધ થયો છે, જેના કારણે બંને તરફ વાહનો અટવાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે, જેથી નાગરિકોને ચક્રવાત ન્યુઝ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અવરજવર માટે વાહન ચાલકોએ આ રૂટની જગ્યાએ અન્ય રૂટ પસંદ કરવો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





