
70મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2026-27 અંતર્ગત હળવદની તક્ષશિલા વિધાલય ખાતે મોરબી જિલ્લાકક્ષાની હેન્ડબોલ (બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમા વાંકાનેર તાલુકાના સિંધાવદર સ્થિત એસ. એમ. પી. હાઈસ્કૂલની દીકરીઓએ અદ્ભુત રમતનું પ્રદર્શન કરીને વિવિધ વયજૂથમાં ચેમ્પિયન બની છે. જેમાં અંડર-19 વયજૂથની અત્યંત રોમાંચક ફાઈનલ મેચમાં એસ.એમ.પી. હાઈસ્કૂલની ટીમે તક્ષશિલા વિધાલય સામે પેનલ્ટી શૂટઆઉટમાં કૌશલ્યપૂર્ણ રમત દાખવી વિજય મેળવ્યો હતો.

આ સાથે જ અંડર-17 વયજૂથની ફાઈનલ મેચમાં પણ સિંધાવદરની દીકરીઓએ ઉત્કૃષ્ટ તાલમેલ બતાવી વિજેતા બની હતી. જ્યારે જુનિયર વિભાગની અંડર-14 બહેનોની ટીમે પણ સરાહનીય પ્રદર્શન કરી તૃતીય નંબર મેવ્યો હતો.
જિલ્લાકક્ષાએ U-19 અને U-17માં ચેમ્પિયન બનેલી એસ. એમ. પી. હાઈસ્કૂલની ખેલાડી દીકરીઓ હવે આગામી દિવસોમાં યોજાનાર રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





