
વાંકાનેરના માટેલ રોડ પર આવેલા એક પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકનું અકાળે અવસાન થયું છે. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે…


મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના માટેલ રોડ પર આવેલી ‘રામુજી સિરામિક’માં રહીને મજૂરી કામ કરતા ભરતપ્રસાદ પટેલનો સાડા ત્રણ વર્ષનો માસૂમ પુત્ર દેવકરણ માટેલ રોડ નજીક રમતા રમતા અકસ્માતે પાણી ભરેલા ખાડામાં ખાબકતા ડૂબી જવાથી તેનું કરૂણ મોતથયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





