
વાંકાનેરના નવી રાતીદેવળી ગામે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને વાંકાનેરમાં રહેતાં પરણિતાએ પોતાના પતિ અને સાસરિયા પક્ષના ૬ સભ્યો વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ અને દુષ્પ્રેરણ અંગે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયા (ઉં.વ. ૩૮, હાલ રહે. વાંકાનેર)એ મોરબી મહિલા પોલીસ મથકમાં આરોપી ૧). અફજલભાઇ આરીફભાઇ તેરવાડીયા (પતિ), ૨). આરીફભાઇ ઇસ્માઇલભાઇ તેરવાડીયા (સસરા), ૩). મેફુજાબેન આરીફભાઇ તેરવાડીયા (સાસુ), ૪). ઇરફાનભાઇ આરીફભાઇ તેરવાડીયા (દિયર), ૫). રોજમીનબેન ઇરફાનભાઇ તેરવાડીયા (દેરાણી) અને ૬). સલીમભાઈ ગનીભાઇ કરગથરા (ફુઆજી સસરા) (રહે બધા જેતપુર, જી. રાજકોટ) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના સાસરિયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં તેમને હેરાન-પરેશાન કરી નાની બાબતોમાં ઝઘડો કરી,


મારકૂટ કરી તથા મેણાટોણા મારી પરિવારના સભ્યો દ્વારા એકબીજાને ખોટી ચડામણી કરી માનસિક ત્રાસ આપતા હોય તેમજ પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોમાં સાસરિયાઓ દ્વારા સાથ-સહકાર આપતા હોય જેથી આ બનાવ અંગે પોલીસે શિક્ષિકાની ફરીયાદ પરથી આરોપી પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણી અને ફુઆજી સસરા સહિત તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




