Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારમુશળધાર વરસાદ વચ્ચે વાંકાનેર પોલીસ સેવારત : ચાલુ વરસાદે સ્થળાંતરણ અને ટ્રાફિક...

    મુશળધાર વરસાદ વચ્ચે વાંકાનેર પોલીસ સેવારત : ચાલુ વરસાદે સ્થળાંતરણ અને ટ્રાફિક નિયંત્રણની સરાહનીય કામગીરી…

    વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે પોતાની ફરજ પર સતર્ક રહીને પ્રજાની સુરક્ષા માટે પ્રશંસનીય અને ખડેપગ સેવા આપી છે. પ્રોબેશનર પીઆઈ પી. આર. સોલંકી તથા તેમની ટીમે ચાલુ વરસાદમાં નાગરિકોની મદદ માટે મેદાનમાં ઊતરીને સ્થળાંતરણથી લઈને ટ્રાફિક ક્લિયરન્સ સુધીની કામગીરી ત્વરિત ધોરણે હાથ ધરી હતી…

    પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના જકાતનાકા પાસે ભારે પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવા જતા પોલીસે તાત્કાલિક ધોરણે વાહનોને સુરક્ષિત રસ્તે ડાયવર્ટ કરાવીને ટ્રાફિક સમસ્યા હળવી કરી હતી. જ્યારે કેરાળા ગામે નદીમાં પાણીની આવક વધતા અને પાણીનું સ્તર જોખમી બનતાં આસપાસના રસ્તા પર અકસ્માત ન સર્જાય તે માટે પોલીસે વાહનવ્યવહાર અને લોકોની આવક-જાવક સંપૂર્ણપણે બંધ કરાવી હતી.

    આ સાથે જ અલંગ હાઉસની પાછળના નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગરીબ અને શ્રમિક લોકો પાણીમાં ફસાઈ જાય તેવી ભીતિ સમયે તંત્રના સહયોગથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રોબેશનર પીઆઈ પી. આર. સોલંકી, યશપાલસિંહ અને તેમની સમગ્ર ટીમે સતત ચાલુ વરસાદે સ્થળ પર હાજર રહીને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!