Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ૪ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ, મચ્છુ-૧...

    વાંકાનેર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ૪ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ, મચ્છુ-૧ ડેમ અને નદીમાં નવા નીરની આવક….

    માત્ર છેલ્લી બે કલાકમાં ૩.૨૫ ઈંચ વરસાદ ખાબક્યો, મોટાભાગના નદી-નાળામાં વરસાદી પાણી ફરી વળ્યા…: હાઈવે જકાતનાકા પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો…..

    વાંકાનેર પંથકમાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આક્રમક બેટિંગ કરી છે. માત્ર ચાર કલાકના ટૂંકા સમયગાળામાં ૪.૫ ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતાં સમગ્ર વાંકાનેર પંથક ધમરોળાઈ ગયું છે. વરસાદના કારણે મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં પાણી ભરાઈ જતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે….

    મચ્છુ-૧ ડેમમાં નવા નીરની આવક…

    ઉપરવાસમાં નહીવત વરસાદના કારણે વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ-૧ ડેમમાં પાણીની સામાન્ય આવક શરુ થઈ છે, જેમાં ડેમની જળસપાટીમાં અડધા ફૂટનો વધારો થતા વર્તમાન જળસપાટી ૨૭.૮૯ ફૂટ નોંધાઈ છે.

    કોરીધાકોર મચ્છુ નદી બપોરે જીવંત બની…

    આજના વરસાદનું સૌથી મનોરમ દ્રશ્ય મચ્છુ નદી પર જોવા મળ્યું હતું. જે મચ્છુ નદી આજે સવાર સુધી સાવ ખાલીખમ અને કોરીધાકોર પડી હતી, તે જ નદીમાં બપોર થતાં જ ઉપરવાસમાંથી ધસમસતા નવા નીરનું આગમન થયું હતું. સવારની ખાલી નદી બપોર સુધીમાં ખળખળ કરતી વહેતી થતાં સ્થાનિકો અને ખેડૂતોમાં હર્ષ અને આનંદની લહેર છવાઈ ગઈ છે….

    આ સાથે જ વરસાદની સ્થિતિની વાત કરીએ તો સમગ્ર પંથકમાં જળબંબાકાર વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેમાં વાંકાનેર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરીના અભાવે પાણી ભરાતા નાગરિકો હેરાનપરેશાન થઇ રહ્યા છે. આ સાથે જ હાઇવે જકાતનાકા ખાતે રેલ્વે ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!