વાંકાનેર શહેરમાં ગેરકાયદેસર ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે અલગ-અલગ ૩ સ્થળોએ દરોડા પાડીને નસીબ આધારિત વર્લીફીચરના આંકડા પર હાર-જીતનો જુગાર રમી-રમાડતા કુલ ૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ તથા વર્લી સાહિત્ય મળીને કુલ રૂ. ૧૧,૧૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

પ્રથમ દરોડોમાં પોલીસે નવાપરા સામે આવેલ આશીર્વાદ પેટ્રોલ પંપ નજીક જાહેર ખુલ્લી જગ્યામાં દરોડો પાડી વર્લીના આંકડા લખી જુગાર રમી-રમાડતા સકિલ અયુબભાઇ મન્સુરી (રહે. શાંતિનગર મીલ પ્લોટ, વાંકાનેર) અને ક્રિપાલસિંહ બાબુભા દરબાર (રહે. મીલનપાર્ક સોસાયટી, રેલ્વે સ્ટેશન સામે, વાંકાનેર)ને રૂ. ૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

બીજો દરોડોમાં શહેરના ગ્રીનચોક વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને વર્લીફીચરનો જુગાર રમી-રમાડતા સંદિપ રમણીકભાઇ માણેક (રહે. કડીયાવાડ, પોસ્ટ ઓફીસ સામે, વાંકાનેર) અને જુનેદ યાકુબભાઇ ભટ્ટી (રહે. નવાપરા, વાંકાનેર)ની વરલી સાહિત્ય સહિત રૂ. ૪,૪૫૦/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી…
ત્રીજો દરોડોમાં પોલીસે ગ્રીનચોક પાસે આવેલ જૂના પોલીસ સ્ટેશન સામેની જગ્યામાંથી વર્લીફીચરના આંકડાનો જુગાર રમાડતા માહીર એહમંદ મુસ્તાકભાઇ હેરંજા (રહે. મોમીન શેરી, વાંકાનેર) અને મુસ્તાકભાઇ બીસ્મીલાખાન પઠાણ (રહે. મોમીન શેરી, વાંકાનેર)ને રોકડા તથા વર્લી સાહિત્ય કુલ રૂ. ૨,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ત્રણેય બનાવો અંગે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




