ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અપનાવતા હોય છે, જેમાં પણ વધુ એક નવો નુસ્ખો વાંકાનેરમાંથી સામે આવ્યો છે. દેશી દારૂને વિદેશી જેવો લુક અને સ્વાદ આપવા માટે ફ્લેવર અને એસન્સનું મિશ્રણ કરી નાની બોટલોમાં પેકિંગ કરવાનું હાઈપ્રોફાઈલ રેકેટ ઝડપાયું છે. આ નકલી બ્રાન્ડેડ દારૂ બજારમાં વેચાય તે પૂર્વે જ પોલીસે ત્રાટકીને સમગ્ર ખેલ ઊંધો પાડી દીધો છે…


બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના ગાયત્રી રોડ, વૃંદાવન સોસાયટી પાસે આવેલા પાંચમાળીયા ફ્લેટમાં સામાન્ય દેશી દારૂમાં જુદા-જુદા ફ્લેવર અને એસન્સ ઉમેરી, તેને બ્રાન્ડેડ દારૂ જેવો બનાવી નાની-નાની બોટલોમાં પેક કરી ઊંચા ભાવે વેચવાની પેરવી ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી,
દેશી દારૂને વિદેશી સ્ટાઈલમાં પેક કરીને ગ્રાહકોને છેતરવાનું અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયાની ધરપકડ કરી છે. જો કે, આ નેટવર્ક તાર છેક રાજકોટ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક સાગરીત સલીમભાઈ (રહે. રાજકોટ) સામે પણ પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હોવાની વિગતો મળી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




