
વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલી એક સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં પત્નીએ કામમાં ધ્યાન આપવા અને બચત કરવા બાબતે સામાન્ય ઠપકો આપતા, યુવાનને આ વાત મનમાં લાગી આવી હતી અને તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ ઉપર આવેલ એરાકોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દસીયાભાઇ લચ્છીભાઇ મુનીયા (ઉ.વ. ૨૫) નામના યુવાનને તેની પત્નીએ ઠપકો આપી “તમે કામમાં બરાબર ધ્યાન આપતા નથી, જો વધારે કામ કરો તો આપણને વધારે પગાર આવે અને રૂપિયાની બચત થાય.” તેમ કહેતા આ વાતનું મનમાં લાગી આવતા યુવાને પોતાના લેબર ક્વાર્ટરના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




