
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન કરતા તત્વો સામે મોરબી એલ.સી.બી. ટીમે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગર સિલિકા રેતી ભરીને પસાર થતા ૪ જેટલા ડમ્પરોને એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. આ સપાટામાં પોલીસે વાહનો અને રેતી મળી એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના લુણસર રોડ તથા ગારીડાથી ગુંદાખડા તરફ જતા રોડ પરથી શંકાસ્પદ રીતે પસાર થતા ૪ ડમ્પરોને અટકાવી ડમ્પર ચાલકોની પૂછપરછ કરતાં ગેરકાયદેસર રોયલ્ટી વગર ખનીજ વહનનો પર્દાફાશ થયો હતો જેથી એલ.સી.બી. ટીમે ચાર વાહનો અને 158 ટન સિલિકા રેતી સહિત કુલ રૂ. ૧,૦૦,૭૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




