
વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના રોડ પરથી પસાર થતા એક બાઈક ચાલક પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માદક પદાર્થ (ગાંજો) ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કડક તપાસ હાથ ધરી છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીડી જાંબુડીયા ગામના રોડ પરથી પસાર થતા એક હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. GJ-36-AN-1746 ના ચાલક પર શંકા જતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી 1 કિલો અને 950 ગ્રામ માદક પદાર્થ ગાંજો (કિંમત રૂ. ૯૭,૫૦૦) મળી આવ્યો હતો…
હાલ આ બનાવમાં પોલીસે વેચાણ કરવાના ઇરાદેથી ગાંજાની હેરાફેરી કરવા નિકળેલા બાઇક ચાલક આરોપી દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ (રહે. ચરાડવા, તા. હળવદ)ની ગાંજા તથા બાઇક સહિત કુલ રૂ. 1,22,500 ના મુદ્દામાલ સાથે
અટકાયત કરી તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




