Monday, June 8, 2026
More
    Homeમુખ્ય સમાચારશિક્ષણની કથળતી હાલત : વાંકાનેરના તિથવા ગામની ગ્રાન્ટેડ હાઈસ્કૂલનું બાંધકામ લાંબા સમયથી...

    શિક્ષણની કથળતી હાલત : વાંકાનેરના તિથવા ગામની ગ્રાન્ટેડ હાઈસ્કૂલનું બાંધકામ લાંબા સમયથી જર્જરિત થતાં અભ્યાસ કરતાં બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ….

    વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં આવેલી ગ્રામ પંચાયત સંચાલિત ગ્રાન્ટેડ હાઈસ્કૂલનું મકાન નબળા બાંધકામના કારણે સાવ જર્જરિત થઈ જતાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને શાળાના નવા મકાન માટે સત્વરે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે…

    ભૂતકાળમાં વિનાશક ભૂકંપમાં તીથવા શાળાનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હોય, જે બાદ PM રિલીફ ફંડમાંથી નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપની (NBCC), નવી દિલ્હી દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ, કોન્ટ્રાક્ટર દ્વારા થયેલા અત્યંત નબળા બાંધકામના પાપે વર્ષ ૨૦૦૪માં શરૂ થયેલી આ શાળામાં માત્ર પાંચ જ વર્ષમાં (૨૦૦૯માં) છતમાં ગાબડાં અને કોલમ-બીમમાં તિરાડો પડવા લાગી હતી. વર્ષ ૨૦૧૨માં ગ્રામ પંચાયતે સ્વખર્ચે રિપેરિંગ કરાવીને મકાન ફરી ઉપયોગમાં લીધું હતું, પરંતુ ૨૦૧૮-૧૯ સુધીમાં તો આ મકાન સાવ જર્જરિત બની જતાં હાલ તે બિલકુલ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી…

    હાલમાં ગ્રામ પંચાયત દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ફી વિનાની ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણથી વંચિત ન રહે તેવા શુભ હેતુથી, અન્ય એક વૈકલ્પિક મકાનમાં શાળા ચલાવવામાં આવી રહી છે. જોકે, ત્યાં સુવિધાઓ અત્યંત અપર્યાપ્ત છે અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં S.S.A. (સર્વ શિક્ષા અભિયાન) એજન્સી દ્વારા શાળાના નવા મકાનના બાંધકામ માટે રૂપિયા ૧ કરોડ ૫ લાખની માતબર રકમની અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ આવેલી કોરોના મહામારીને કારણે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી ન હતી. પરિણામે શાળાના મકાનનો પ્રશ્ન આજે પણ જૈસે થે સ્થિતિમાં છે.

    ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. એક તરફ રાજ્ય સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને શૂન્ય કરવા હકારાત્મક દિશામાં કામ કરી રહી છે, ત્યારે બીજી તરફ તીથવામાં શાળાના મકાનના અભાવે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગના દીકરા-દીકરીઓને સ્થાનિક કક્ષાએ જ માધ્યમિક શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવા આ મામલે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!