Saturday, June 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના તીથવા ગામે પાડોશીઓ વચ્ચેની શંકા-કુશંકામાં હિંસક વળાંક : ઘરમાં ઘૂસી બે...

    વાંકાનેરના તીથવા ગામે પાડોશીઓ વચ્ચેની શંકા-કુશંકામાં હિંસક વળાંક : ઘરમાં ઘૂસી બે યુવતીઓ પર હુમલો, 4 સામે ફરિયાદ…

    વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાડોશમાં રહેતા પરિવારો વચ્ચે અવારનવાર થતી ખોટી શંકા-કુશંકાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં રાત્રિના સમયે કેટલાક શખ્સોએ ઘરમાં ઘૂસીને લોખંડના પાઇપ વડે હુમલો કરી બે યુવતીઓને ઇજા પહોંચાડતા આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના તીથવા ગામે લાલશાહનગર ધાર વિસ્તારમાં રહેતા ફરિયાદી મુમતાજબેન સલીમશા શાહમદારે (ઉ.વ.૪૧)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). યુનુશભાઈ કાળુભાઈ હાલો, ૨). યાસ્મીનબેન યુનુસભાઈ (રહે. બંને તીથવા ગામ), ૩). સમીરભાઈ આદમભાઈ દલપોત્રા અને ૪). મુસ્તાકભાઈ ઉર્ફે મુસો હાજીભાઈ દલપોત્રા (રહે. બંને વાલાસણ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પાડોશમાં રહેતા યુનુશભાઈ અને યાસ્મીનબેન અવારનવાર તેમના પર ખોટી શંકા-કુશંકા કરી આરોપો લગાવી બોલાચાલી કરતા હોય, જેમાં પાડોશી હોવાને કારણે શરૂઆતમાં ફરિયાદીએ આ બાબતને ધ્યાને લીધી ન હતી…

    પરંતુ, ગત રાત્રિના સમયે આ આરોપીઓ અચાનક જ મુમતાજબેનના ઘરે ધસી આવી ઝઘડો શરૂ કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી સમીરભાઈએ લોખંડના પાઈપ વડે મુમતાજબેનની દીકરી જસ્મીનને વાંસાના ભાગે ફટકા માર્યા હતા. જ્યારે અન્ય એક આરોપી મુસ્તાકભાઈએ ફરિયાદીના ભાઇની પ્રેગ્નેટ દિકરી સાનીયાને ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે મુમતાજબેનની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!