Friday, June 5, 2026
More
    Homeમુખ્ય સમાચારબ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર નજીક હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત :...

    બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર નજીક હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે ટ્રક વચ્ચેની ટક્કરમાં એક યુવાનનું મોત….

    રાજા પેટ્રોલ પંપ પાસે સર્જાયેલા અકસ્માતમાં મીની ટ્રકનો કચ્ચરઘાણ, અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં રાજકોટ ખસેડાયો….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર આજે સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં કેરાળા ગામના બોર્ડ પાસે આવેલા રાજા પેટ્રોલ પંપ સામે બે ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર કેરાળા ગામના બોર્ડ સામે રાજા પેટ્રોલપંપ પાસે આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ પાણી ભરેલો એક મીની ટ્રક ધડાકાભેર અથડાયો હતો. આ ટક્કર એટલી ભયંકર હતી કે મીની ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ટ્રકનો બુકડો બોલી ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં મીની ટ્રકમાં સવાર બંને યુવાનો અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયા હોવાથી, ઉપસ્થિત લોકોએ મહામહેનતે પતરાં ચીરીને બંનેને બહાર કાઢ્યા હતા…

    આ ગમખ્વાર અકસ્માતના બનાવમાં ટંકારાના વતની મેસાણીયા મુકીમ રફીકભાઈ (ઉંમર આશરે ૧૮ વર્ષ) નામના યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ચંદ્રપુર ગામના શેરસીયા સમીર ઇસ્માઇલભાઈ (ઉંમર આશરે ૨૨ વર્ષ)ને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર અર્થે તેને રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!