વાંકાનેર વિસ્તારમાં સ્માર્ટફોનના શોખીનો અને આધુનિક ટેકનોલોજીના ચાહકો માટે તકદીર ઇલેક્ટ્રોનિક્સ વાળા ઈરફાનભાઈ ખુશખબર લઇને આવી ગયા છે, જેમાં ભારતની અગ્રણી અને સમગ્ર ગુજરાતમાં મોબાઇલ રિટેલ માર્કેટમાં ‘નંબર વન’નું ગૌરવપૂર્ણ બિરુદ ધરાવતી પ્રખ્યાત મોબાઇલ ફોન ફ્રેન્ચાઇઝ ‘ Phone Wale ‘ હવે આપણાં વાંકાનેર શહેરમાં પધારી રહી છે, જેના નવા અને અત્યાધુનિક શોરૂમનો આવતીકાલે શાનદાર શુભારંભ થવા જઈ રહ્યો છે….

વાંકાનેર શહેરમાં વર્ષોથી ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતા જાણીતા ‘તકદીર ઇલેક્ટ્રોનિક્સ’ વાળા ઈરફાનભાઈ દ્વારા આ નવું અને ભવ્ય સોપાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ બજારમાં ગ્રાહકોને શ્રેષ્ઠ અને સંતોષકારક સેવાઓ પૂરી પાડ્યા બાદ, હવે તેઓ ‘ Phone Wale ‘ ના વિશાળ નેટવર્ક સાથે જોડાઈને વાંકાનેરની જનતાને દેશ-વિદેશની તમામ નામાંકિત બ્રાન્ડ્સના લેટેસ્ટ મોબાઇલ ફોન અને એસેસરીઝ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવશે…

આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગને ગ્રાહકો માટે વધુ યાદગાર બનાવવા માટે વિશેષ ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શુભારંભ નિમિત્તે સળંગ ચાર દિવસ સુધી ધમાકેદાર ઓફર રાખવામાં આવી છે. આ ઑફર તા. 6 એપ્રિલ બુધવારથી 9 એપ્રિલ શનિવાર દરમિયાન Phone Wale માંથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે એક શાનદાર શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે…

• ભવ્ય શુભારંભ •
તારીખ : 06/05/2026, બુધવાર
સમય : સવારે 9:30 થી આપના આગમન સુધી…

નવા સ્માર્ટફોન માટે નવું સરનામું એટલે….

મશાયખી ચેમ્બરની બાજુમાં, તાલુકા શાળાના ગેઇટ પાસે, સીટી સ્ટેશન રોડ, ગ્રીન ચોક, વાંકાનેર.


