આજરોજ 78 માં સ્વાતંત્ર્ય પર્વની વાંકાનેર તાલુકા કક્ષાની ઉજવણી વાંકાનેરના ભલગામ ગામ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી એસ. એમ. ગઢવીના હસ્તે ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જે બાદ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં વાંકાનેર મામલતદાર, ટીડીઓ તથા પોલીસ સ્ટાસ સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પર્વની ઉજવણી દરમ્યાન સમગ્ર વર્ષમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS