વાંકાનેર તાલુકા પીએસઆઇ અને તેમની ટીમ દ્વારા તાજેતરમાં જ વાંકાનેર વિસ્તારમાં ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરતી ચોર ટોળકીને પકડી પાડી અલગ-અલગ ચોરીનાં ગુનાઓના ભેદ ઉકેલી સફળતા મેળવી હોય, જે બદલ આજરોજ મોરબી જિલ્લા કલેકટર દ્વારા સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ટીમને સન્માનિત કરવામાં આવી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારમાં થોડા દિવસોમાં એક ચોર ટોળકી દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરી ચોરી કરવામાં આવતી હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી આ ચોર ટોળકીને પકડી ચોરીના બનાવોના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હોય જે કામગીરી બદલ વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ. એ. ભરગા, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, કો. સંજયસિંહ જાડેજાને આજરોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિતે મોરબી કલેકટર કે. બી. ઝવેરી, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા ધારાસભ્ય ક્રાંતિભાઈ અમૃતિયા તેમજ અધિકારીઓની ઉપસ્થિતમાં સન્માનિત કરવામાં આવ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS