
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ત્રીજા માળની બાલ્કનીમાં બેઠેલી એક શ્રમિક મહિલાને અચાનક ચક્કર આવતા તે સીધી નીચે ભોંયતળિયે પટકાઈ હતી, જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે…


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ડેકોર સીરામીક કંપનીની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા રૂપાબેન ચંદાલાલ પટેલ (ઉ.વ. ૨૮) નામની મહિલા ઓરડીની બહાર લેબર કોલોનીના ત્રીજા માળે બાલ્કનીની પારાપેટની પારી ઉપર બેઠા હોય ત્યારે અચાનક ચક્કર આવતા મહિલા પોતાનું સંતુલન ગુમાવી ત્રીજા માળની પારી ઉપરથી સીધા નીચે ભોંયતળિયે પટકાયા હતા. ઊંચાઈ પરથી નીચે પટકાવાને કારણે તેમને માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



