લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા 551 પીએસઆઈની બદલીનો હુકમ કરાયો….
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 551 જેટલા હથિયારધારી અને બિનહથિયારધારી પીએસઆઇની સામુહિક બદલી કરવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લામાંથી પાંચ પીએસઆઇની અન્ય જીલ્લામાં તથા દસ નવા પીએસઆઈ મોરબી જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે…
જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઇ સોનારા મયુરભાઈ પ્રતાપભાઈની અમદાવાદ શહેર, જેઠવા વિક્રમભાઈ ગાંગાભાઈની રાજકોટ ગ્રામ્ય, ચુડાસમા નરેન્દ્રસિંહ હનુભાને સુરેન્દ્રનગર, ચાવડા મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈને અરવલ્લી, ચૌહાણ કિરણસિંહ જોરસંગભાઈને અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે…
જ્યારે ભાવનગર ફરજ બજાવતા વ્યાસ યજ્ઞેશભાઈ પ્રવિણચંદ્ર, જાડેજા હરેન્દ્રસિંહ રઘુવીરસિંહ, ગીર સોમનાથ જિલ્લાના જાડેજા રામદેવસિંહ પ્રવિણસિંહ, જામનગર ફરજ બજાવતા સામાણી સોનલબેન વલ્લભદાસને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા કોટવાલ સરલાબેન જીવાજી, મેકવાન સંદીપકુમાર મોજશીભાઈ, ભટ્ટ ભાવેશભાઈ દીનેશભાઈ, જાડેજા દાદુભાઈ કારીમભાઈ અને પરમાર વિજયભાઈ નરોતમભાઈને અમદાવાદ શહેરમાંથી મોરબી ખાતે તેમજ રાજકોટ શહેરમાં ફરજ બજાવતા સોમૈયા હરિશકુમાર વિઠ્ઠલદાસને મોરબી જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે….