વાંકાનેર શહેરના મેઇન બજારમાં બાઇક પરથી પસાર થતા ડબલ સવારી બાઇકમાં પાછળ બેઠેલા યુવાનનો પગ ત્યાંથી પસાર થતા એક્ટીવામાં અડી જતાં એક્ટીવા ચાલકે બંને યુવાનોને રોકી રોફ જમાવી ગળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો, જેથી આ મામલે ઇજાગ્રસ્ત યુવાને વાંકાનેર સિટી પોલીસમાં એક્ટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મેઈન બજારમાં ડબલ સવારી બાઈક લઈને પસાર થતા ફરિયાદી મોહંમદવારીશ સમસુદીનભાઇ શેરસીયાની પાછળ બેઠેલા વ્યક્તિનો પગ ત્યાંથી પસાર થતા એક એક્ટીવા બાઇકમાં અડી જતાં આ મામલે આરોપી મોઇનભાઇ મહંમદભાઇ કાબર (રહે. વાંકાનેર) એ રોફ જમાવી ફરિયાદીના બાઇકને રોકી ગાળાગાળી કરી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી , જેથી આ મામલે પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…