Thursday, May 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર રોડ આવેલ ગેસ એજન્સીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ...

    વાંકાનેરના સરતાનપર રોડ આવેલ ગેસ એજન્સીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો…

    વાંકાનેર તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી પાસે આવેલી વેલનાથ ગેસ એજન્સીમાં તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી આરોપી કરન જગદીશભાઈ શલૈયા (ઉ.વ‌‌. ૨૫, રહે. માધાપર, કપિલા હનુમાનજી મંદિર પાસે, મોરબી)ને ૧૩ નંગ વિદેશી દારૂના ચપલા (કિંમત રૂ.૧૩૦૦) સાથે ઝડપી પાડી આરોપી કરન શલૈયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!