
ગુજરાત રાજ્ય સરકાર અને GIDC વિભાગના સઘન પ્રયાસોથી વાંકાનેર GIDC વિસ્તારના વિકાસને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક કારખાનેદારોના સહયોગથી અમલમાં મુકાયેલી વિશેષ સ્કીમ હેઠળ વાંકાનેર GIDCમાં અંદાજે રૂ. 9.50 કરોડના ખર્ચે રોડ-રસ્તા, ડ્રેનેજ તથા સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની માળખાકીય સુવિધાઓના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે…
આ પ્રોજેક્ટ હેઠળ વાંકાનેર શહેર નજીક આવેલા GIDC વિસ્તારમાં નવા ડામર અને સીસી રોડ-રસ્તાઓનું નિર્માણ, અદ્યતન ડ્રેનેજ (ગટર) સિસ્ટમની વ્યવસ્થા તેમજ આધુનિક સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના પૂર્ણ થવાથી છેલ્લા આઠ વર્ષથી સ્થાનિક ઉદ્યોગો અને કારખાનેદારોને પડતી પ્રાથમિક સુવિધાઓની મુશ્કેલીઓનો અંત આવશે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને નવું બળ મળશે...


આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, ઉપપ્રમુખ માધવીબેન દવે, રાજકોટ GIDC વિભાગના અધિકારી પરેશકુમાર બાંભણીયા, વાંકાનેર જીઆઇડીસી પ્રમુખ પ્રદીપભાઈ વોરા, અખુભા ઝાલા, દિનેશભાઈ ડાંગરિયા, સંજયભાઈ આંબલીયા સહિત વાંકાનેર GIDCના કારખાનેદારો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





