
વાંકાનેરમાં જૂની અદાવત અને અગાઉ નોંધાવેલી ફરિયાદનો ખાર રાખીને એક યુવાન પર પાંચ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ કાર અને બાઇકમાં આવી યુવાનની રિક્ષાને જાણીજોઈને ટક્કર મારી ધારીયા તથા પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ઢોર માર મારી ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ વાંકાનેરના હસનપર (શક્તિપરા)ના વતની અને હાલ રાજકોટમાં ભાવનગર રોડ પર ગંજીવાડમાં રહેતા ફરિયાદી ઇકબાલભાઈ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઈ મુંડે (ઉ.વ.૩૨) નામના યુવાને વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપીઓ સાથે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હોય જેની ફરિયાદ નોંધાવી હોય, જે વાતનો ખાર રાખી આરોપી ૧). રાજુભાઈ હિતેશભાઈ રબારી (રહે. મોરબી), ૨). ગોપાલભાઈ રામજીભાઈ રબારી (રહે. મકનસર, તા.જિ. મોરબી), ૩). શૈલેષભાઈ રામજીભાઈ રબારી (રહે. મકનસર, તા.જિ. મોરબી) અને અન્ય બે અજાણ્યા શખ્સોએ મળી ફરિયાદી પર હુમલો કર્યો હતો…

જેમાં પાંચેય આરોપીઓ ફોર-વ્હીલર કાર અને બાઇક પર આવી રસ્તામાં ઇકબાલભાઈની રિક્ષાને આંતરીને સામેથી જાણીજોઈને જોરદાર ટક્કર મારી ઇકબાલભાઈને રિક્ષા સાથે રોડ નીચે પટકાવી દઇ ધારીયા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી બેફામ માર મારી ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે પાંચ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



