વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ટ્રક કન્ટેનર સામે દોડી અને કૂદી જઇ એક અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના પુરુષે આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર પસાર થતા એક ટ્રક કન્ટેનર નં. GJ 12 AZ 3499 સામે અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા પરપ્રાંતિય યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો….
બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આ બનાવમાં પોલીસે મૃતક યુવા જેના હાથ ઉપર અંગ્રેજીમાં NENU અને હિન્દીમાં નેનુસિંગ તેમજ બાજુમાં ત્રિશુલ ત્રોફાવેલ હોય અને પોચા ઉપર ઓમ ત્રોફાવેલ હોય તે અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc