વાંકાનેરના તિથવા ગામના યુવાનને જોખમી બાઇક સ્ટંટ કરી ખોટાં સીન સપાટા કરવા ભારે પડ્યાં….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર રાત્રીના સમયે બાઈક પર ઉભાં થઇ વાહન ચલાવી જોખમી રીતે બાઈક સ્ટંટ કરતાં એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, જેના આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જોખમી બાઇક સ્ટંટ કરનાર તિથવા ગામના યુવાન સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર બાઈકમાં ઉભા-ઉભા સવારી કરી જોખમી રીતે સ્ટંટ કરી પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકનાર એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, જેના આધારે પોલીસે આ બનાવમાં તપાસ કરી જોખમી બાઇક સ્ટંટ કરનાર વાંકાનેર તાલુકાના તિથવા ગામના ઇરફાન મકબુલશા શાહમદાર (ઉ.વ. ૨૧) શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. વી. ઘેલા, હેડ કો. મુકેશભાઈ ચાવડા, કો. જનકભાઈ ચાવડા, દર્શિતભાઈ વ્યાસ સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc