વાંકાનેર તાલુકા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ સાથે ગ્રામ પંચાયતોની ચુંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ…..
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતની લાંબા સમયથી બાકી રહેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરવામાં આવી હોય, જેમાં આગામી તારીખ 22 જુને મતદાન અને 25 જુનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવવાની હોય, જેના માટે આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે, જેમાં વાંકાનેર તાલુકામાં કુલ 19 ગામોના સરપંચોની સામાન્ય/ પેટા ચૂંટણી તેમજ અલગ અલગ ગામોના 135 સભ્યો સહિત કુલ 46 ગામોમાં ચુંટણી યોજવામાં આવશે…..
વાંકાનેર તાલુકામાં કુલ 19 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે ચૂંટણી યોજાવવાની હોય, જેમાં ૧). ભાયાતી જાંબુડીયા, ૨). ભેરડા, ૩). ગારીયા, ૪). ચાંચડીયા-કાશીપર, ૫). પલાસડી, ૬). ધરમનગર, ૭). સિંધાવદર-વિડી ભોજપરા અને ૮).પંચાસીયામાં સામાન્ય ચુંટણી યોજાશે. જ્યારે ૯). ભાટીયા સોસાયટી અને ૧૦). ચંદ્રપુર વિભાજીત ગ્રામ પંચાયતોની સામાન્ય તથા ૧૧). પીપળીયા રાજમાં વિસર્જીત ચુંટણી અને ૧૨). રાજાવડલા, ૧૩). સતાપર, ૧૪). હસનપર, ૧૫). શેખરડી, ૧૬). ખીજડીયા-પીપરડી, ૧૭). પાજ, ૧૮). જાલી અને ૧૯). અમરસરમાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે…
આ સાથે જ વાંકાનેર તાલુકા કુલ 46 ગામોમાં કોઇપણ કારણોસર ખાલી પડેલા 135 વોર્ડની પેટા ચૂંટણી યોજવામાં આવશે, જેના માટે આગામી 22 જૂને મતદાન અને 25 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. આ સાથે જ ચુંટણી માટે તા. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA