Thursday, October 29, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી ખાણ-ખનીજ વિભાગનો સપાટો : વાંકાનેરના જામસર અને લખધીરપુર રોડ પરથી ખનીજચોરી...

    મોરબી ખાણ-ખનીજ વિભાગનો સપાટો : વાંકાનેરના જામસર અને લખધીરપુર રોડ પરથી ખનીજચોરી કરતાં 1.5 કરોડના વાહનો જપ્ત….

    મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ-ખનીજ વિભાગે આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર થયેલા હુમલાની ઘટના બાદ તંત્ર વધુ સક્રિય બન્યું છે. ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ ટીમે ગઈકાલે સવારથી દરોડાની ઝુંબેશ તેજ કરી છે, જેમાં ભીમગુડા બાદ વાંકાનેરના જામસર અને મોરબીના લખધીરપુર રોડ પર ઓચિંતું ચેકિંગ હાથ ધરી અંદાજે 1.5 કરોડની કિંમતના ત્રણ વાહનો સીઝ કરવામાં આવ્યા છે….

    ખાણ-ખનીજ વિભાગની ટીમે વાંકાનેરના જામસર વિસ્તારમાં રેડ કરી સેન્ડસ્ટોન ખનીજનું બિન-અધિકૃત રીતે ખનન અને વહન કરતા એક પીળા કલરનું કોમાત્સુ કંપનીનું એક્સકેવેટર મશીન તેમજ ડમ્પર (GJ-13-AT-1280) ઝડપી લીધા હતા અને આ બંને વાહનોના માલિક વિજયભાઇ અશોકભાઇ ચારલા (રહે. વાંકાનેર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહનોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.

    બીજી તરફ, મોરબીના લખધીરપુર રોડ પર હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન બિન-અધિકૃત રીતે ચાઈના ક્લેનું વહન કરી રહેલું ડમ્પર (GJ-12-BZ-2300) ઝડપાયું હતું. આ વાહનના માલિક જગદીશભાઇ સામતભાઈ સોલંકી (રહે. વિકાસ પાર્ક, મોરબી) વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નોંધી ડમ્પરને લખધીરપુર ખાતે આવેલા કેવલ સ્ટોન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!