Saturday, September 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત....

    વાંકાનેર શહેરના વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત….

    વાંકાનેર શહેરમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે યુવા સારથી સંગઠન દ્વારા ગઈકાલે એક ભવ્ય મહારક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર અને આસપાસના વિસ્તારના યુવાનો અને નાગરિકોએ આ સેવાકાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પરિણામે કુલ 334 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું…

    આ મહારક્તદાન કેમ્પનું આયોજન મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ મધુભા ઝાલાના જન્મદિવસ નિમિત્તે જીનપરા સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા પીડિત બાળકો અને અન્ય બીમારીઓ સબબ લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને તાત્કાલિક રક્ત મળી રહે તેમજ સમાજમાં રક્તદાન પ્રત્યે વ્યાપક જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આ કેમ્પ યોજાયો હતો….

    આ સેવા યજ્ઞમાં ‘બોલ બાલા ટ્રસ્ટ’ અને ‘શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ’ સહિત વાંકાનેરની અનેક સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ ખભેખભો મિલાવીને જોડાઈ હતી. વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન સુચારુ રીતે પૂર્ણ કર્યું હતું…

    યુવા સારથી સંગઠન દ્વારા આ કેમ્પને ઐતિહાસિક સફળતા અપાવવા બદલ તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ, સહયોગી સંસ્થાઓ અને વાંકાનેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. સંગઠનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ૩૩૪ બોટલ રક્ત એકત્ર થવું એ માત્ર એક આંકડો નથી, પરંતુ તે રક્તદાન પ્રત્યેની જાગૃતિ અને સમાજની એકતાનું ઉત્તમ પ્રતિબિંબ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!