વાડીના શેઢે ખનીજચોરીની રેતીના ઢગલા કરવાની ના પાડતાં ખનીજ માફીયાઓ વિફર્યા, બે ભાઈ તથા પુત્ર પર હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા….
વાંકાનેર વિસ્તારમાં ખનીજ માફીયાઓએ માજા મુકી હોય, તેવો ઘાટ સર્જાયો છે, જેમાં તંત્રની મીઠી નજર તળે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી ખરાબા, તળાવ-નદી તથા ડુંગરોને ખનીજ માફીયાઓ ખુલ્લેઆમ કોરી ખાય રહ્યા છે, ત્યારે વાંકાનેરના તરકીયા ગામે પણ સરકારી ખરાબાની જમીનમાં ખનીજચોરી કરતાં માફીયાઓને બાજુમાં આવેલ વાડીના ખેડૂતએ વાડીના શેઢે રસ્તામાં રેતીના ઢગલા કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ બે ખેડૂત ભાઈ તથા એક પુત્ર પર લાકડી-ધોકા વડે હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહેતા ફરિયાદી ખેડૂત અશોકભાઈ અરજણભાઈ ડાભી (ઉ.વ. ૪૫) ની ગામની સેખડો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની બાજુમાં સરકારી ખરાબામાં આરોપી ૧). જગા વજુ ભરવાડ, ૨). સંજય ભના ભરવાડ, ૩). નાથા વાઘા ભરવાડ, ૪). ચેતા વજુ ભરવાડ અને ૫). હાથી ખીમા ભરવાડ નામના શખ્સો દ્વારા ખનીજચોરી કરવામાં આવતી હોય અને આ ખનીજચોરીની રેતીના ઢગલા ફરિયાદીની વાડીના શેઢે રસ્તામાં કરતા હોય,
જેને રસ્તામાં ઢગલાં કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈ હરેશભાઈ તથા પુત્ર વિજયભાઈ પર લાકડી-ધોકા વડે હુમલો કરી બેફામ માર મારી ટાંટીયા ભાંગી નાખ્યા હતા, જેથી આ બનાવમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ હાલ આ બનાવમાં ખેડૂતની ફરિયાદ પરથી પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS