Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરમાં 1000 ફુટના વિશાળ તિરંગા ‌સાથે વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા...

    વાંકાનેર શહેરમાં 1000 ફુટના વિશાળ તિરંગા ‌સાથે વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ…..

    વાંકાનેર શહેર ખાતે આજરોજ તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં 1000 ફુટના વિશાળ તિરંગા સાથે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જેને વાંકાનેર શહેરના નાગરિકો દ્વારા ઠેરઠેર પુષ્પોથી વધાવવામાં આવી હતી….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા યોજાયેલા આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન ટાઉનહોલ ખાતેથી કરાયા બાદ શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરી હતી, જેમાં વાંકાનેર શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો જોડાયા હતા. આ તિરંગા યાત્રા 1000 ફુટના વિશાળ તિરંગા સાથે શહેરના માર્ગો પર ફરી હોય, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું…..

    આ તકે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, ડીવાયએસપી સમીર સારડા, મામલતદાર ઉત્તમ કાનાણી, સીટી પીઆઈ એચ. વી. ઘેલા, તાલુકા પીએસઆઇ એલ. એ. ભારગા સહિત બહોળી સંખ્યામાં સામાજિક તથા રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!