વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને કોટડા નાયાણી ગામ ખાતે જુગારનો દરોડો પાડી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને રંગે હાથ જુગાર રમતા રોકડ રકમ રૂ. 11,390 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે અક્ષર મોલ વાળી શેરીમાં જુગારનો દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). અમજાનભાઈ ઉર્ફે પીન્ટુભાઈ સમા, ૨). ઉમરભાઈ આદમભાઈ ચાનીયા,
૩). ઈમ્તિયાઝભાઈ જુસબભાઈ સુમરા, ૪). ગીરીરાજસિંહ શક્તિસિંહ જાડેજા અને ૫). અનવરભાઈ હાજીભાઈ સુમરાને રોકડ રકમ સહિત કુલ રૂ. 11,390 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS