વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં વાડીના રસ્તે ઢોર લઈને ચાલતા એક શખ્સને અહીંથી ગાડું લઈને પસાર થતા વૃદ્ધ ખેડૂતએ સાઈડમાં ચાલવાનું કહેતા બાબતે સારૂં નહીં લાગતા આરોપીએ વૃદ્ધને ભુંડાબોલી ગાળો આપી માથામાં પાઇપ ફટકાર્યો હતો, જેથી આ મામલે આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ફરિયાદી અબ્દુલભાઈ અમીભાઈ શેરસીયા (ઉ.વ. ૭૦) નામના ખેડૂત પોતાની વાડીએ બળદગાડું લઈને જતા હોય ત્યારે રસ્તામાં માલઢોર લઇને ચાલતા આરોપી જયરાજસિંહ કરણસિંહ ઝાલા (રહે. કોઠારીયા)ને સાઈડમાં ચાલવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદી વૃદ્ધને ભુંડા બોલી ગાળો આપી માથામાં તથા પગમાં લોખંડના પાઇપથી માર માર્યો હતો, જેથી આ મામલે વૃદ્ધની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS