વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી શાહિદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા (ઉ.વ. ૩૪, રહે. કાલીકા પ્લોટ, મોરબી) સામે તૈયાર કરેલ પાસા દરખાસ્ત મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરતા પોલીસે આરોપીને મોરબી ખાતે તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર જેલ સુરત ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA