Sunday, July 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયા....

    વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયા….

    વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે સતાપર ગામની સીમમાં હેમાભાઈ કાળાભાઈની વાડી પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). છનાભાઈ જેમાભાઈ ડાભી, ૨). સુરેશભાઈ નાગજીભાઈ ગણાદીયા, ૩). નવધણભાઈ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગણાદીયા, ૪). હિતેશભાઈ જીવરાજભાઈ ધાડવી, ૫). હેમાભાઈ કાળાભાઈ ધરજીયા, ૬). હકાભાઈ કેશભાઈ ગણાદીયા, ૭). વેરશીભાઈ તેજાભાઈ મકવાણા અને ૮). નવઘણભાઈ ચોથાભાઈ રાઠોડ ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૦,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ બી. વી. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. વી. ખાંભલા, એ.એસ.આઈ. ક્રિપાલસિંહ ચાવડા, પો.હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળીયા, પો.કોન્સ્ટેબલ સામતભાઈ છુછીયા, બ્રીજેશભાઈ બોરીચા તથા શક્તિસિંહ પરમાર સહિતના જોડાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….
    👉🏻નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો….👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ? s=cl&p=a&mlu=4&amv=0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!