
PHC સેન્ટર, વન કવચ બગીચો અને બસ સ્ટેશન સહિત ૬ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેતા સાંસદ….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વિવિધ લોકઉપયોગી વિકાસકાર્યોની ગઈકાલે શુભેચ્છા મુલાકાત સાથે ભવ્ય સ્વાગત અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જેમનું ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું….

આ તકે આરોગ્ય, શિક્ષણ, પરિવહન, પર્યાવરણ અને વહીવટી સુવિધાઓને લગતા PHC સેન્ટર, વન કવચ બગીચો, બસ સ્ટેશન, પ્રાથમિક શાળા બિલ્ડિંગ, ગ્રામ પંચાયત બિલ્ડિંગ તથા સબ સેન્ટર બિલ્ડિંગ સહીત ૩ કરોડથી વધારેના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પીપળીયા રાજ ગ્રામ પંચાયતના સરપંચ તથા તમામ સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું…



