Sunday, November 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કેરાળા ગામના યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી : અજાણી એપ ઈન્સ્ટોલ થતાં...

    વાંકાનેરના કેરાળા ગામના યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી : અજાણી એપ ઈન્સ્ટોલ થતાં શ્રમિકના ખાતામાંથી રૂ. ૯૮,૦૦૦ ઉપડી ગયા….

    વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતો એક યુવાન સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા શખ્સે મોબાઈલ હેક કરી અજાણી એપ્લિકેશન ઈન્સ્ટોલ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી ગૂગલ પે મારફતે રૂ. ૯૮,૦૦૦ ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે….

    બનાવની મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ફરીયાદી વાહિદહુશેન રહીમભાઈ માથકીયા (ઉં.વ. ૩૫) ના મોબાઈલ પર તેમનો દીકરો વીડિયો જોઈ રહ્યો હોય જે બાદ અચાનક તેમનો ફોન હેંગ થવા લાગતા તપાસ કરતાં મોબાઈલમાં કોઈ અજાણી એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. વાહિદહુશેને તે અજાણી એપ્લિકેશનને અનઈન્સ્ટોલ કરી દીધી હોવા છતાં થોડી જ વારમાં તેમના ICICI બેંકના ખાતામાંથી ગૂગલ પે UPI મારફતે રૂ. ૯૮,૦૦૦ ડેબિટ થઈ ગયા હતા….

    કોઈ અજાણ્યા ઈસમે તેમની જાણ બહાર મોબાઈલ હેક કરી અજાણી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને આર્થિક છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વાહિદહુશેન માથકીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!