
ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળે તો તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાનો ડંકો વગાડી શકે છે, તે વાત કલાવડી ગામની એક સામાન્ય પરિવારની દીકરીએ સાબિત કરી બતાવી છે. જેમાં વાંકાનેરની એસ. એમ. પી. હાઈસ્કૂલ-સિંધાવદરની વિદ્યાર્થિની ચાવડા દિવ્યા ભરતભાઈની બેઝબોલ રમત માટે નેશનલ ટીમમાં ગૌરવપૂર્ણ પસંદગી થઈ છે…


સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા દિલ્હી મુકામે ૧૬ એપ્રિલથી ૨૨ એપ્રિલ દરમિયાન ૬૯માં રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હોય, જેમાં દિવ્યા ચાવડા બેઝબોલ રમતમાં ગુજરાત રાજ્ય અને પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરશે. કલાવડી જેવા ગામડામાંથી આવતી અને સામાન્ય પરિવારમાં ઉછરેલી દિવ્યાએ પોતાની મહેનત અને લગનથી નેશનલ ટીમમાં સ્થાન મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ કલાવડી ગામ, પોતાની શાળા અને સમગ્ર વિસ્તારનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




