Wednesday, July 8, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની સિપાઈ શેરીમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ...

    વાંકાનેર શહેરની સિપાઈ શેરીમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ ઝડપાયા….

    વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરની સિપાઈ શેરીમાં આવેલા હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોય જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તા ટીંચતા ૧). મુકેશભાઈ ભોગીલાલ શાહ (ઉંમર: ૫૯ વર્ષ, રહે. જીનપરા), ૨). જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (ઉંમર: ૫૯ વર્ષ, રહે. જીનપરા),

    ૩). વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (ઉંમર: ૫૦ વર્ષ, રહે. પ્રતાપચોક),૪). ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા (ઉંમર: ૫૦ વર્ષ, રહે. લક્ષ્મીપરા) અને ૫). આસીફભાઈ ઇકબાલભાઈ માડકીયા (ઉંમર: ૨૮ વર્ષ, રહે. ઘાંચી શેરી, મોરબી)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૮,૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!