

વાંકાનેર બાઉન્ટ્રી નજીક એક અજાણ્યા પુરુષનું હૃદયરોગનો હુમલો (હાર્ટ એટેક) આવવાના કારણે મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલી મોમાઇ હોટલ નજીકથી ગઈકાલે એક આશરે ૫૫ વર્ષીય અજાણ્યો પુરુષ અચાનક બેભાન હાલતમાં મળી આવતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચોટીલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોય જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમનું હાર્ટ એટેકથી મોત થયાનું જણાવી મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે….




