Wednesday, July 8, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી : ૧૬ વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો….

    મોરબી : ૧૬ વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો….

    મોરબીની સ્પેશિયલ પોક્સો અદાલતે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા, સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા આરોપી રમેશકુમાર નાનુરામ યાદવને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. કોર્ટે સરકાર પક્ષના પુરાવાઓ અને બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને શંકાનો લાભ આપ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં આવેલ વ્રજ સિરામિકમાં કામ કરતા ફરિયાદીએ મોરબી તાલુકા પોલીસમાં આરોપી રમેશકુમાર નાનુરામ યાદવ વિરુદ્ધ તેમની ૧૬ વર્ષીય સગીર પુત્રીને લગ્નની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હોય, જે કેસ મોરબી સ્પે. પોક્સો અદાલતમાં ચાલી જતાં,

    બચાવ પક્ષના વકીલો દ્વારા કરવામાં આવેલી કાનૂની રજૂઆતો અને વડી અદાલતોના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આરોપી રમેશકુમાર નાનુરામ યાદવને શંકાનો લાભ આપી તમામ ગુનાઓમાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ કલ્પનાબેન એસ. બજાણી, રવિભાઈ કોબિયા તથા આસિસ્ટન્ટ નિશા શખનપરા રોકાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!