વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વાંકાનેર તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ્યપ્રદેશના ભોપાલથી ઝડપી પાડ્યો છે. પોલીસે 13 મહિનાથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા વિસ્તારમાં રહેતી એક સગીરાનું લગ્નની લાલચે આરોપી સાગર દેવચંદભાઈ વર્મા (ઉ.વ. ૨૨) નામના ઈસમે અપહરણ કરી છેલ્લા ૧૩ મહીનાથી નાસતો ફરતો હોય, દરમિયાન મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ચોક્કસ બાતમી બાતમીના આધારે આરોપી તથા સગીરાને મધ્યપ્રદેશના ભોપાલ જીલ્લાના પીપલાની થાના વિસ્તારમાંથી ઝડપી પાડી સગીરાને હેમખેમ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




