Saturday, September 12, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં રાતીદેવડી રોડ પરથી ૪૦૦ લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયો, ૪...

    વાંકાનેરમાં રાતીદેવડી રોડ પરથી ૪૦૦ લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયો, ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત….

    વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે રાતીદેવડી રોડ પરથી પસાર થતી એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડીમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે દારૂની હેરફેર કરતા એક યુવાન અને એક સગીરની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જડેશ્વર રોડથી મોરબીના લીલાપર તરફ એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકઅપમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે પોલીસે જડેશ્વર રોડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન હસનપર બ્રિજ તરફથી આવતી શંકાસ્પદ બોલેરોને અટકાવી તલાશી લેતા, ગાડીના પાછળના ડાલામાંથી ૧૬ પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા. દરેક બાચકામાં ૫ લીટરની ૫ કોથળીઓ એમ કુલ ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો….

    પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો લીલાપરના નવઘણભાઈ જેઠાભાઈ દેગામાએ ઝીંઝુડા ગામેથી મંગાવ્યો હતો. જેથી પોલીસે બોલેરો ચાલક આરોપી નીતિનભાઈ ધીરુભાઈ અગેચાણીયા (ઉ.વ. ૨૨, રહે. લીલાપર પ્રકાશનગર સોસાયટી, મોરબી) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની દેશી દારૂ, બે મોબાઇલ તથા બોલેરો સહિત કુલ રૂ. ૪,૦૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી દારૂ મંગાવનાર અને હેરાફેરી કરનાર ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!