Wednesday, May 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં 'સામુ જોવા' જેવી બાબતનો ખાર રાખી યુવાન પર હુમલો, ફરિયાદ નોંધાઈ....

    વાંકાનેરમાં ‘સામુ જોવા’ જેવી બાબતનો ખાર રાખી યુવાન પર હુમલો, ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર શહેરમાં સામાન્ય બાબતોમાં મારામારી અને ઝઘડાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં અગાઉ સામુ જોવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક યુવાનને ઢોર માર મારી, ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે…‌

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી લાલજીભાઇ બાબુભાઇ સારદીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના દીકરા મેરુને આરોપી રફીકભાઇ ઉમરભાઇ સદવાણી (રહે. આરોગ્યનગર, વાંકાનેર) સાથે અગાઉ ‘સામુ જોવા’ જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હોય ત્યારે આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત પણ ચાલી રહી હતી.

    પરંતુ, આરોપી રફીકભાઇએ આ જૂની બાબતનો મનમાં ખાર રાખી ફરિયાદીના દીકરા જતીન સાથે ઝઘડો શરૂ કરી ઝપાઝપી કરી ગાલ પર જોરદાર તમાચો (ધોલ) મારી આડેધડ ઢીકાપાટુનો માર મારી અને ‘ટાંટિયા ભાંગી નાખીશ’ તેવી ગંભીર ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના બાદ ભોગ બનનાર યુવાનના પિતા લાલજીભાઈ સારદીયાએ વાંકાનેર પોલીસ મથકમાં આરોપી રફીકભાઇ સદવાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.‌..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!