
નાની અને સામાન્ય બાબતોમાં યુવાનો દ્વારા આવેશમાં આવીને અંતિમ પગલું ભરી લેવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવો જ એક હૃદયદ્રાવક બનાવ વાંકાનેરના રૂપાવટી ગામમાં બન્યો છે, જ્યાં માતાએ ઘરકામ માટે ટકોર કરતા માઠું લાગી આવવાથી એક 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ટમુબેન અરવિંદભાઇ ઘોઘાભાઇ બાવળીયા (ઉંમર વર્ષ ૧૮) નામની યુવતીને તેની માતાએ ઘરની ભેંસો માટે ચારો વાઢવા જવા માટે કહેતા આ વાતનું મનોમન લાગી આવતા ટમુબેને આવેશમાં આવી જઈને પોતાની જાતે ખેતરમાં વપરાતી ખડ (નીંદામણ) બાળવાની ઝેરી દવા ગટગટાવી લેતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન જ યુવતીનું મૃત્યુ થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




