સીસીટીવીની કેમેરાની પુરાણ કામગીરીમાં પણ લોલમલોલ : શહેરની મેઇન બજારમાં રોડ વચ્ચે પડ્યો નવો ભુવો, ગંભીર અકસ્માતનો ભય…..
સામાન્ય રીતે વરસાદી વાતાવરણ મુખ્ય માર્ગો અને અન્ય જગ્યાઓ પર જમીન ધસી જતાં પોલાણ / ભુવા પડવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વાંકાનેર શહેરમાં પણ ઓગસ્ટ મહિનામાં પડેલ અતિભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પોલાણ સર્જાવા તથા ભુવા પડવાના બનાવ સામે આવ્યા છે, જેમાં પણ તાજેતરમાં જ શહેરમાં સીસીટીવી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય, જેના ખોદકામ બાદ પુરાણ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોલમલોલ ચલાવતા વરસાદી વાતાવરણ બાદ તમામ જગ્યાએ મસમોટા ગાબડાં અને પોલાણ સામે આવ્યા છે.
આ બધા વચ્ચે આજરોજ વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં રોડ વચોવચ એક પોલાણ/ભુવો સર્જાતા અહીંથી પસાર થતા વાહનચાલકો પર ગંભીર અકસ્માતનો ખતરો તોડાઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વાંકાનેર શહેરમાં પડેલ મોસમોટા ગામડાંઓ, પોલાણો અને ભુવાઓની યોગ્ય પુરાણ કામગીરી કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠે છે. આ સાથે જ સીસીટીવી કેમેરા માટે ખોદાણ કરવામાં આવેલ જગ્યાઓ પર પડેલાં પોલાણ અને ગાબડાઓ પણ કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલિક પુરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg