
વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતા એક ૪૦ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે….


બનાવનીપ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના લુણસર ગામની સીમમાં આવેલી વાડીએ રહેતા મનોજભાઈ શામજીભાઈ વાઘેલા (ઉં.વ. ૪૦) નામના યુવકે ગત તારીખ ૨૬ના રોજ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી અસર થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t





