વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન માટેલ રોડ પર હોટલ દ્વારકાધીશ નજીકથી પોલીસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઇસમોને ઝડપી પાડી, બંને સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ હોટલ દ્વારકાધીશ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અર્જુન રાજુભાઇ સોલંકી (રહે. હુડકો ચોકડી, રાજકોટ) અને દશરથ તલાભાઈ સનોરા (રહે. સુરેલ, તા.પાટડી, જિલ્લો.સુરેન્દ્રનગર) ને જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg