તાલુકા પોલીસે સરતાનપર રોડ પરથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી લીધો…
વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાજકોટ રોડ ઉપર રેલવે ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. ઉપરાંત આ ત્રણેય શખ્સને દારૂનો જથ્થો આપનાર વાંકાનેરના જ અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું હતું. અન્ય એક દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામ નજીકથી એક ઇસમને પાંચ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાજકોટ રોડ ઉપર રેલવે ગરનાળા પાસે આવેલ નયારા પેટ્રોલપંપ નજીકથી પસાર થતી GJ 07 AR 4307 નંબરની હ્યુન્ડાઇ એસન્ટ કારને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી ૧). સચિન સુરેશભાઈ ડેડાણીયા (રહે. જીનપરા), ૨). ધ્રુવંશ કિરીટભાઈ ગોદડકા (રહે. દ્વારકાનગરી સોસાયટી, વાંકાનેર) અને ૩). કિરીટ ઉર્ફે ભૂરાભાઈ ગોદડકા (રહે. દ્વારકાનગરી સોસાયટી, વાંકાનેર)ના કબ્જામાંથી
વિદેશી દારૂની ૭૫૦ મીલીની 60 બોટલ (કિંમત રૂ. 35,688) તથા ૧૮૦ મીલીના 45 નંગ ચપલા (કિંમત રૂ. 4500) સહિત કુલ રૂ. 40,188નો વિદેશી દારૂનો જથ્થો, એસેન્ટ ગાડી અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,55,188 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી ૪). શુભમ ભાટી (રહે. વીસીપરા) પાસેથી મેળવ્યો હોવાનું કબુલાત આપતા પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા રોડ ઉપર સરતાનપર ગામ નજીક દશામાના મંદિર પાસેથી આરોપી અરવિંદભાઈ વાઘાભાઈ જરવરિયા નામના ઈસમને પાંચ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 3430) સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…