વિપક્ષી સદસ્યોની જનહિતની દરખાસ્ત મંજૂર નહીં કરાતાં, સાધારણ સભા રદ થવા તેમજ નવા નાણાકીય વર્ષનું બજેટ સમય મર્યાદામાં મંજૂર ન થતાં વહીવટી ગુંચવણો ઉભી થઇ….
વાંકાનેર નગરપાલિકાની ગત તા. ૨૯ માર્ચની સાધારણ સભા સમય મર્યાદામાં ચુક તથા કાયદાકીય આંટીઘૂંટી વચ્ચે વિપક્ષી સદસ્યોની રજૂઆતના પગલે પ્રાદેશિક કમીશ્નર-રાજકોટ દ્વારા રદ કરાતાં નવા નાણાકીય વર્ષનું બજેટ પણ ખોરંભે ચડી જતા વહીવટી ગુંચવણો ઉભી થઇ છે, ત્યારે નવી સાધારણ સભા આગામી તા. ૦૮ એપ્રિલના રોજ યોજાવાની હોય જે પુર્વ નગરજનોના વિવિધ પ્રશ્નો બાબતે વિપક્ષના છ સદસ્યો દ્વારા વિવિધ દરખાસ્તો આગામી બેઠક માટે નગરપાલિકાના પ્રમુખ સમક્ષ મુકવામાં આવી હોય, જેની સમયમર્યાદાના કારણે દરખાસ્તો પણ રદ કરવામાં આવી છે,
ત્યારે આગામી સાધારણ સભા પુર્વે આ તમામ મુદ્દાઓ સાથે વિપક્ષ દ્વારા આક્રમક રજૂઆતોની તૈયારીઓ શરૂ કરી તા. ૦૮ ની સાધારણ સભામાં ચીફ ઓફિસર સામે ઠપકા દરખાસ્તની માંગ સાથે વાંકાનેર શહેરના નાગરીકોના નગરપાલિકાને લગતા પ્રશ્નો, તેમની સુખાકારીમાં વધારો કરવા બાબતે રોડમેપ અને વાંકાનેર શહેરના વિકાસ બાબતે નાગરીકનો અવાજ બનવા નગરપાલિકા સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણ દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm