
વાંકાનેર શહેરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડવા જેવી બાબતમાં મારામારીની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈને એક યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા આ સમગ્ર મામલો વાંકાનેર સીટી પોલીસ મથકે પહોંચ્યો છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરની પેડક સોસાયટી, હાથીખાના શેરીમાં રહેતા ફરિયાદી દીપકભાઇ કાનાભાઇ ધેણોજા (ઉ.વ. ૩૫) નામના રીક્ષાચાલક યુવાન સાથે રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ થઈ હોય, જેમાં આ વાતનો ખાર રાખીને ઉશ્કેરાયેલા આરોપી ૧). ફીરોજ મુસા, ૨). અકબર મુસા અને ૩). સાહીલ મુસા (રહે. ત્રણેય વાંકાનેર)ઓએ ફરિયાદી દીપકભાઈને બેફામ ગાળો આપી કાઠલો પકડી લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે ઇજાગ્રસ્ત દીપકભાઈએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



